ત્રણ સાચી વાતો છે.
➤દેવ,
દરિયો,
ને દાતાર.→ એ ત્રણ વિના ધન નહિં.
➤આધિ,
વ્યાધિ, ને ઉપાધિ.→ એ ત્રણ વિના દુઃખ નહિં.
➤જ્ઞાન,
ભક્તિ,
ને વૈરાગ્ય.→
એ ત્રણ વિના ધર્મ નહિં.
➤ઉત્પત્તિ, સ્થિતિ, ને પ્રલય.→ એ ત્રણ વિના જગતનાં ખેલ નહિં.
➤શિંગ,
સરિયો,
ને પોપટો.→ એ ત્રણ વિના ધાન્ય નહિં.
➤વા,
ઘા,
ને ઘસરકો.→ એ ત્રણ વિના સંગીત નહિં.
➤ધાર,
અણી,
ને ધબાકો.→ એ ત્રણ વિના હથિયાર નહિં.
➤ચાવવું , ચૂસવું, ને સબડકો.→ એ ત્રણ વિના ભોજન નહિં.
➤વ્યસન,
આળસ,
અભીમાન.→ એ ત્રણ જીવનમા સારાં નહિં.
➤શ્રવણ,
મનન,
અભ્યાસ.→ એ ત્રણ વિના વિદ્યા નહિં.
➤જૂઠ,
કરજ,ને કપટ.→ એ ત્રણ વિના દુઃખ નહિં.
➤વાત,
પિત્ત,
ને કફ.→ એ ત્રણ વિના રોગ નહિં.
➤ઇંગલા,
પિંગલા, ને સુક્ષમણા.→એ ત્રણ વિના નાડી નહિ.
➤સ્વપ્ન, ચિત્ર,
ને સાક્ષાત.→એ ત્રણ વિના દર્શન નહિં.
➤રજો,
તમો અને સત્વો.→એ ત્રણ વિના ગુણ નહિં.
➤ભુત,
ભવિષ્ય, ને વર્તમાન.→એ ત્રણ વિના કાળ નહિ.
➤સંચિત,
ક્રિયમાણ, ને પ્રારબ્ધ.→
એ ત્રણ વિના ક્રિયા નહિં.
➤સંયમ,
સંતોષ,
ને સાદાય.→ એ ત્રણ વિના સુખ નહિં.
➤જર,
જોરૂ,
ને જમીન,→ એ ત્રણ વિના કજીયો નહિં.
➤વાંચવું, લખવું,
ને શીખવું.→ એ ત્રણ વિના બુદ્ધિનાં હથિયાર નહિં.
➤પૂછવું, જોવું,
ને દવા દેવી.→
એ ત્રણ વિના વૈદું નહિં.
➤ક્રૂરતા, કૃપર્ણતા, ને કૃતઘ્નતા.→
એ ત્રણ વિના મોટું કષ્ટ નહિં.
➤વિદ્યા, કળા,
ને ધન.→ એ ત્રણ સ્વેદ વિના મળે નહિં.
➤દુઃખ,
દરિદ્રતા, ને પરઘેર રહેવું.→
એ ત્રણ વિના મોટું દુઃખ નહિં.
➤પાન,
પટેલ,
ને પ્રધાન.→ ત્રણ કાચાં સારાં નહિં.
➤વૈદ,
વેશ્યા, ને વકીલ.→ એ ત્રણ વિના રોકડિયા નહિં.
➤ઘંટી,
ઘાણી,
ને ઉઘરાણી.→ એ ત્રણ ફેરા ખાધાં વિના પાકે નહિં.
➤દુર્ગુણ, સદગુણ,
ને વખત.→ એ ત્રણ સ્થિર રહેવાનાં નહિં.
➤વિદ્યા, હોશિયારી, ને અક્કલ.→ એ ત્રણ આળસું પાસે જાય નહિં.
➤વટ,
વચન,
ને વિવેક.→ એ ત્રણ વિના શુરવિર નહિં.
➤નોર,
ખરી,
ને ડાબલા.→ એ ત્રણ વિના પશું નહિં.
No comments:
Post a Comment