મન હૃદય માંથી પ્રગટેલ તેમજ ક્યાંક થી મળેલ ઉર્મિઓ મન હૃદય રૂપી બગીચાનાં ફૂલો આપણને અવશ્ય ગમશે.....s.v.patel
પાપ એટલે શું ?-ઈશ્વરના બનાવેલા નીતિ નિયમોનું ઉલ્લંઘન
01.ઈશ્વર હોવાનો પુરાવો પુસ્તક છે.
02.જીવ પછીનું પૃથ્વી પરનું દ્વિતીય સર્જન પુસ્તક છે.
૦૩.જીવના સર્જનમાં ઈશ્વર કારણ રૂપ છે.જયારે પુસ્તકના સર્જનમાં ઈશ્વર પ્રેરણા રૂપ છે.
04.બ્રહ્માએ ઉત્કૃષ્ટ માનવ સર્જયો ,આવા માનવનું સર્જન પુસ્તક છે.
05.મન માંથી વહેતી વાણીને નાથવા પુસ્તક છે.
06.પેઢીઓ વચ્ચે અનુભવોની આપ-લે માટે પુસ્તક છે.
07.મન બગીચાનાં ફૂલોનો ફાલ પુસ્તક છે.
08.ધનનો મહામૂલો સદ્વ્યય પુસ્તક છે.
09.તનની તંદુરસ્તી માટે અન્ન,મનની તંદુરસ્તી માટે સારા પુસ્તકો છે.
10.પૃથ્વીને સ્વર્ગ બનાવવાની શક્તિ પુસ્તક છે.
11.સારા માતા-પિતા અને સારા સંતાનો ઘડનાર પુસ્તકો છે.
12.જ્ઞાનીના જ્ઞાન તેજની જ્યોત પુસ્તક છે.
13.અમૂર્ત ભાવોનું સાક્ષર એવું મૂર્ત સ્વરૂપ પુસ્તક છે.
14.સહ્રદયી,પ્રમાણિક અને મહેનતું માનવને ઈશ્વર મદદ કરે છે.
15.કેળવણી એટલે આપણો મિજાજ આત્મવિશ્વાસ ખોયા વિના લગભગ હરકોઈ વાત સંભાળવાની શક્તિ.
16.કદમ હોય અસ્થિર એને રાહ કદી મળતો નથી અડગ મનના માનવીને હિમાલય કદી નડતો નથી.
17.રસ્તો કદી ચાલતો નથી આપણે જ ચાલવું પડે છે.
18.બેલેન્સ વગરનો ચેક અને ભક્તિ વગરનું જીવન બરાબર છે.
19.પ્રેમ પ્રભાવ તમામ અભાવોને મિટાવી દે છે.
20.ક્ષમા માંગવામાં નમ્રતા જોઈએ.ક્ષમા આપવામાં ઉદારતા જોઈએ.
21.ધીરજ અને ખંત હોયતો બધી પ્રાર્થના ફળે.
22.શિક્ષણ અને સંસ્કાર મળે ત્યારે વિદ્યા મળી કહેવાય.
23.અંધકારને દોષ દેવો એના કરતાં નાનકડો દીવડો પ્રગટાવો વધુ સારો છે.
24.શિક્ષણએ સમાજ કલ્યાણનું કાર્ય છે.
25.શ્રધ્ધાપૂર્વક ધ્યાનપૂર્વક અને આદરપૂર્વક કરલી પ્રાર્થના કદી એળે જતી નથી.
26.શિક્ષકે,શિક્ષક-પ્રશિક્ષકે અને આચાર્યે સતત શીખતાં રહેવું જોઈએ.
27.શિક્ષક-પ્રશિક્ષક એ નવા વિચારો નો ઋષિ છે.આર્ષદ્રષ્ટા છે.
28.પ્રતિબધ્ધતા એટલે કોઈ એક સત્કાર્ય કોઈપણ ભાગે અદા કરવાની આંતરિક પ્રતિજ્ઞા.
29.શિક્ષકો કેળવણી વિષયક મૂડી ઉભી કરનારા સેનાની ઓ છે.
૩૦.સંભાળવું સારું છે પણ તે પૂરતું નથી,તમ્રે સમજવું પણ જોઈએ.સમજવું સારું છે,પણ તે પૂરતું નથી,તમારે કામ કરવું જોઈએ.
31.આપણા માપદંડો થી બીજાને ક્યાં સુધી માપતા રહીશું? ક્યાં સુધી બધાના ન્યાયધીશ બની ન્યાય તોળતા રહીશું?
૩૨."જે હસી શકે છે તે ગરીબ નથી."
33.ચપળતા, ચતુરાઈ અને ચોકસાઈ આ ત્રણ વિજય માટેની તોપ સમાન છે.એટલે તેને સાચવો તો તમારો વિજય.
34.તક ની એક મોટી મુશ્કેલી એ છેકે આવે તેના કરતાં જતી રહે ત્યારે મોટી લાગે છે.
35.આખી દુનિયાની યાત્રા ભલે કરો,પણ અંતરના ઊંડાણમાં ઊતરીને કરેલી જીવનયાત્રા જેવી ભાવયાત્રા બીજી એકપણ નથી.
37.કુદરતના અફર નિયમોને લીધે જ સૌ કોઈના શ્વાસ ધબકે છે,માટે કુદરતને
38.ઉપદેશ આપવો સહેલો ,ઉપાય બતાવવો અઘરો.
39.અહંકાર છોડો,અહંકાર પતનનું મૂળ
40.બીજા તમને સુખી બનાવે એની રાહ ન જોશો.સુખ તમારે પોતે જ પોતાની જાતે પ્રાપ્ત કરવું પડશે.
41.જેનું નિશાન લીધું હોય એને જ માણસ લાંબા ગાળે પણ વીંધી શકે છે.
42.આપને ગમે તેટલા પાપ કરાયા હોય,પણ જો પરમાત્મા તરફ જવાની આપણી પૂરી તૈયારી હોય તો હજારો ધજાઓ લગાવીને આપણો સ્વીકાર કરવા એ કાયમ તત્પર છે.
43.મનોવૈજ્ઞાનિક રીતે તમે જેવાં છો, તેવો તમારો સમાજ છે.તમારું રાજ્ય છે.તમારો ધર્મ છે.
44.માનવીનું મૂલ્ય બેવડું મેળવે છે એના પરથી નહીં બેવડું આપે છે એના પરથી અંકાતું હોય છે.
45.પ્રેમ સહુ પ્રત્યે રાખો,વિશ્વાસ થોડા પ્રત્યે રાખો,પરંતુ દ્રેષ કોઈના પ્રત્યે ન રાખો.
46.આ વિશ્વની શ્રેષ્ઠ અને સુંદરતમ વસ્તુઓને જોઈ શકાતી નથી .સ્પર્શી પણ શકાતી નથી.તેને માત્ર હૃદયથી અનુભવી શકાય છે.
47.ખુશી મહેનત થી આવે છે .અસંયમ અને આળસ થી આવતી નથી.મનુષ્ય કામને ચાહે છે તો તેનું જીવન સુખી થઇ જાય.
48.કોઇપણ માણસ જ્યાં સુધી સારો થવાની કોશીક ન કરે ત્યાં સુધી પોતે કેટલો ખરાબ છે, તે જાણી શકતો નથી.
49.બીજાનાં મનને જાણવાની ચેષ્ટતા કરવા કરતાં પોતાના (ખુદના) મનને જાણવાની ચેષ્ટા કરો.
50.દસ માંથી નવ લોકોના દુર્ભાગ્યનું કારણ એ છે કે એઓ કર્તવ્યને બદલે સુખને પહેલી પસંદગી આપે છે.
51.જગતના અંધારા ધૂએ એ સૂર્ય,ઉરના અંધારા ધૂએ એ ધર્મ.
52.માનવતાનું બીજું નામ પ્રેમ છે પ્રાણીમાત્ર સાથે પ્રેમ કરવામાં જ સાચી માનવતા રહેલી છે.
53.જે કંઈ વિશિષ્ટ ગુણ માનવીમાં નથી.તેવાં ગુણોનું તેનામાં આરોપણ કરીને આપણે તેને મિથ્યાચારી અને મિથ્યાભિમાની બનાવી દઈએ છીએ.
54.ભયથી વ્યાપ્ત આ સંસાર માં તે જ વ્યક્તિ નિર્ભય રહી શકે છે કે બધા પર દયાભાવ રાખે છે.
55.તમે જો પાપનું ચિંતન કરશો તો નિ:સંશય પાપી બની જશો અને તમારા કાર્યો પર તેની પાપી છાપ પડી જશે.જો તમારું ચિંતન શુભ હશે તો તમારા કાર્યો પણ નિર્દોષ સાચા અને પવિત્ર બનશે.
56.અન્યના દોષ જોવા કરતાં સહેલી બીજી કોઈ વસ્તુ નથી,નિંદા કરવામાં કોઈ જાતની હોંશિયારીની ,ત્યાગની કે બુદ્ધિની જરૂર પડતી નથી.
57.અનિષ્ટોથી બચી જઇને સહી-સલામત રહી શકીએ તે માટે ભયની લાગણી આપણામાં મૂકવામાં આવી છે.તેનું કર્તવ્ય,બીજી વૃત્તિઓની જેમ વિવેકબુદ્ધિ ને દબાવી દેવાનું નહીં,પણ મદદ કરવાનું છે.
58.બીજાનાં મન ઓળખવાનાં પ્રયોગ કરવા કરતાં સ્વ-મનને ઓળખવાનો પ્રયત્ન કરવો.
59.બીજાનાં ચહેરા ઓળખવાના પ્રયોગ કરવા કરતાં સ્વ-(પોતાના)ચહેરાને ઓળખવાનો પ્રયત્ન કરો.
60.જ્ઞાન ગુરુ પાસે થી જ મળે છે.એવું નથી હુંતો કહું કે જેની પાસે થી જ્ઞાન મળે તે ગુરુ
61.વાત વાતમાં નિર્વેદ ,કંટાળો,થાક આ બધા વિચારો માણસને મારી નાખે છે.આદત છેવટે આદત છે નોકરી,સલામતી,એને કારણે મળતી સત્તા ,ફાયદા.....આ બધાની ટેવ પડી જાય છે.બાળક માતાના ગર્ભમાં સુરક્ષિત છે.જયારે જન્મ થી બહાર પડે છે.પછી આપણે એને કપડામાં વીંટાળી દઈએ છીએ. જેથી એને કાંઈ કવચ મળી રહે,પછી એ બાળક મોટું થાય છે.એ ગાભો લઈને ફર્યા કરે છે.આપણે પણ નોકરી અને સલામતી ,માન, સારા દેખાવનાં ગાભા લઈને ફરીએ છીએ.આગભાને જે ફેંકી શકે છે એ બચી શકે છે.
62.સારા માણસો જીવનને માણે છે.
63."જીવનનો નકાર એટલે ઈશ્વરનો નકાર."
64.લોક સમાજ સબ એક થઇ જાય તો પાપ નહિ રહેગા પાપ કૌન કરેગા.
65.જો તમારામાં અડગ શ્રધ્ધા વિશ્વાસ હશે તો અંતે તમારો વિજય થશે.
66.તમારો અડગ નિર્ણય એ જ તમારો સાથીદાર છે.અન્ય માણસ તમને મદદ કરશે નહિ એ તમે યાદ રાખજો.
67.આપણે એવા તારણ પર ન આવવું જોઈએ કે માનવી એક વખત નિષ્ફળ નિવડે એટલે કાયમ માટે તે નિષ્ફળ જશે.નિષ્ફળ ગયેલો માનવી જો પ્રયત્ન ચાલુ રાખે તો અચાનક જ તેને સફળતા મળી જાય છે.
68.આપણે આપણી મતિ કુંવારી રાખવી જોઈએ એને ક્યાંય ફસાવવી ન જોઈએ નહી.
69.તમે હાથમાં લીધેલું કામ કરતી વખતે એકજ લક્ષ્ય રાખો.જે વ્યક્તિ એક જ ધ્યેય રાખી કાર્ય કરે છે.તેને સિદ્ધિ પ્રાપ્ત થયા વિના રહેતી નથી.એક કરતાં વધારે ધ્યેય રાખનારની શક્તિ એકત્ર થતી નથી અને વહેંચાયેલી શક્તિ કોઈપણ દિશામાં લઈ જતી નથી.
70.પ્રભુ સે પ્યાર કરો લેકિન ઉસકા વ્યપાર મત કરો."પ્રભુ મેં હરરોજ તેરી દસ માળા કરુંગા,અગરમેં પરીક્ષા મેં પાસ હો જાઉં."
71.પૂણ્ય કરવું સહેલું છે પણ પાપને અટકાવવું અઘરું છે.
72.ઈશ્વર કરતાં ઈશ્વર નામ મહાન છે.
73.ખુદ કૃષ્ણ દુર્યોધનને નહોતા સમજાવી શક્યા,તો આપણે સમાજ કે ઘરમાં કોઈ દુર્યોધન હોયતો તેને ન સમજાવી શકીએ તો દુ:ખ લગાડવા જેવી વાત નથી.
74.જેને મળવાથી આપણામાં પણ પ્રભુ નામ આવે તો તે જ સાચો વૈષ્ણવ જાણવો.
81.કબૂતરોનું ઘૂ..ઘૂ..ઘૂ..ઉંદરનું ચૂ...ચૂ...ચૂ...કાગડાનું કા...કા...કા...માણસનું હું...હું...હું...કબૂતરોનું ઘૂ...ઘૂ...ઘૂ....
82.હૃદયપૂર્વકના પરિશ્રમ પછી પ્રાપ્ત થતી સિદ્ધિ માણસને વિશેષ નમ્ર બનાવે છે.
83.પોતાનામાં જ્ઞાન નથી હોતું તેથી જ અજ્ઞાનીઓને સંતની ભીડ ક્યારેય ગમતી નથી હોતી.
84.પાપની પક્કડ ઘણી મજબૂત છે એ પક્કડ માંથી કોઈ છરકી શકતું નથી પાપ જોવાનું કે કર્યાનું ફળ ભોગવવું પડે છે.એકલું કરવાથી જ પાપ લાગે છે. તેવું નથી પણ જોવાથી એ પાપ લાગે છે.પાપ કર્મ કરવાની વાતો સાંભળવા થી પણ પાપ લાગે છે. માટે પાપ થી દૂર રહો.
85.સત્યની શોધ સ્વયં જ કરવી પડે.
86.સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે મનની અપેક્ષા રાખતાં પહેલાં મન આપતા શીખવું પડે.
87.શિસ્ત અને સંસ્કાર થી જ માનવી માનવી વચ્ચે પ્રેમની શ્રેષ્ઠ અનુભૂતિ થાય છે.
88.વાણી જ માનવીનું એક એવું આભૂષણ છે જે બીજા આભૂષણોની જેમ ઘસાતું નથી.
89.જે પોતાની જાતને સમજી ન શકે,મૂલવી ન શકે એ વળી બીજાને શું મુલવવાના?
90.જ્યાં સત્ય છે ત્યાં નીતિ છે અને નીતિ હોય ત્યાં જ નારાયણ વસે છે.
91.રડી રડીને પણ જીવવું તો પડશે જ તો પછી હસતાં જીવવામાં વાંધો શું?
92.જે માનવી માત્ર પ્રશંસા જ ઝંખતો હોય છે.તેને પોતાનું સઘળું સુખ અન્યને સોપેલું જાણવું.
93.શિખામણ -એટલે-જે મણ જેટલું શીખ્યા હોય એ જ થોડી શિખામણ આપી શકે.
94.લાગણી અને માંગણી કયારેય સમાંતર 'ન' જીવી શકે.
95.ધન ઉછીનું આપી શકાય ,સંસ્કાર ઉછીના આપી શકતા નથી.
96.સંભળાવનાર કરતાં જ્યાં સાંભળનાર વધુ હોય તે ખાનદાર ઘરનું લક્ષણ છે.
97.તમારી સંમતિ વગર કોઈ તમને વામણ બનાવી શકતું નથી.
98.જો ભૂલોને રોકવા માટે દરવાજા બંધ કરી દેશો તો સત્ય પણ બહાર રહી રહી જશે.
99.ઇષ્ટ અને અનિષ્ટ એ બે વચ્ચેનો તફાવત સમજીને દરેક પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેનાર સમજૂ ગણાય છે.
100.પોતાની જાત સાથે જે હસી શકે છે તેની સામે કે પાછળ કોઈ હસતાં નથી.
101.ઈશ્વર સર્વત્ર છે.સર્વ વ્યાપક છે અને સર્વજ્ઞ છે આવત સમજે તે જ્ઞાની
102.આત્મા એ જ પરમાત્મા છે તેનું સૌ કોઈને ભાન થવું જરૂરી છે.
103.જે લોકો બીજાનાં માટે આસું વહાવે છે, એમની આંખો માંથી આસું નહિ પણ મોતી ઝરે છે.
No comments:
Post a Comment